ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તેરીખ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. વ્યાજ ગણવાનો દિવસ; વ્યાજ ગણવાનો સમય.
स्त्री. વ્યાજનો દૈનિક શુમાર; વ્યાજનો દર. અંગ્રેજી રીત પ્રમાણે દર સેંકડે એક વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે. હિંદુસ્તાનમાં સો રૂપિયે એક મહિને અમુક આના અથવા એક રૂપિયે દર મહિને અમુક દોકડા કે પૈસા ઠરાવવામાં આવે છે. તેને ટૂંકામાં અમુક આનાની તેરીખ એમ બોલાય છે. જેમકે, આઠ આનાની તેરીખ કહીએ તો રૂપિયા ૧૦૦નું દર માસે આઠ આના વ્યાજ સમજવું. એક દોકડાની કે પૈસાની તેરીખ કહ્યું હોય તો એક રૂપિયાનું એક માસનું વ્યાજ એક દોકડે અથવા એ પૈસો ગણવું. તેરીખ ઉપરથી દર વરસે દર સેંકડે કેટલા ટકા વ્યાજ એ શોધી કાઢવું હોય તો જેટલા આનાની તેરીખ કહી હોય તેના પોણા ભાગ જેટલા રૂપિયા દર વરસે દર સેંકડે વ્યાજનો દર થાય. જેમકે, ૮ આનાની તેરીખ કહી હોય તો આઠ પોણે છ. માટે દર વરસે દર સેંકડે છ ટકા વ્ચાજનો દર થાય. તે જ રીતે દોકડાને બારે ગુણતાં અને પૈસાને પોણીઓગણીસે ગુણતાં જે આવે તેટલા રૂપિયા દર વરસે દર સેંકડે વ્યાજનો દર થાય.