૧
|
[ સ. ] |
पुं. |
અક્ષરો માંહેનો એ નામનો એક; સંસ્કૃત અને ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાંનો પહેલો હ્રસ્વ સ્વર અક્ષર; પ્રકૃત એટલે બીજભૂત સ્વર, જેમાંથી બીજા સ્વર ઉત્પન્ન થાય છે; બારે સ્વરની ઉત્પત્તિનો મૂળ સ્વર; પ્રકૃતિભૂત સ્વર; ઉચ્ચારમાળાનો આદિભૂત ઉચ્ચાર. તેનો ઉચ્ચાર મોઢું થોડું ઉઘાડી શ્વાસ મૂકવાથી થાય છે અને તેમાં શ્વાસને કાંઈ રોકવાપણું ન હોઈને તે ગમે તેટલો લંબાવી શકાય છે. અન્ય વર્ણની મદદ વગર તેનો ઉચ્ચાર થતો હોવાથી તે સ્વર કહેવાય છે. તેનો ઉચ્ચાર કરવામાં મોઢાના કોઈ ભાગનો ઉપયોગ થતો નથી, પણ તેનો અવાજ કંઠમાંથી નીકળે છે, તેથી તે કંઠસ્થ કહેવાય છે. વ્યંજનોનો પૂરો ઉચ્ચાર એની સહાયતા વિના થઈ શકતો નથી. બોલવામાં એ સૌથી સહેલો છે તેટલા માટે બીજી જાણીતી ભાષામાં પણ તેને મળતો અક્ષર પહેલો મુકાય છે. અક્ષરોમાં એ સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ઉપનિષદોમાં એનો ઘણો મહિમા વર્ણવ્યો છે અને ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે અક્ષરોમાં હું અ છું. આ અક્ષરનાં સર્વે જૂનાં સ્વરૂપો અશોકના શિલાલેખમાંથી મળી આવે છે. અશોકના સમયમાં એટલે ઈ. સ. પૂર્વે ત્રીજા શતકમાં અનું સ્વરૂપ જુદા પ્રકારનું હતું. ત્યાર પછી તે હાલના સ્વરૂપમાં ઘડાયો તે પહેલાં તેને ઘણી અવસ્થામાં પસાર થવું પડયું છે. આ અક્ષરની વિશિષ્ટતા એવી છે કે ગુજરાતી કોઈ પણ શબ્દને છેડે તે આવતો નથી. શબ્દને છેડે વ્યંજન સાથે અ આવતાં તેનો પૂરો ઉચ્ચાર નથી થતો, તેથી તેને અર્ધસ્વર કે અંતસ્થ સ્વર પણ કહે છે. તેના પછી બીજો કોઈ પણ સ્વર આવે તો સંધિ થાય છે. જો અ પછી અ કે આ આવે તો બન્ને મળીને આ, ઇ કે ઈ આવે તો એ, ઉ કે ઊ આવે તો ઓ, ઋ આવે તો અર્, એ કે ઐ આવે તો ઐ, અને ઓ કે ઔ આવે તો ઔ થાય છે. જેમકે દેશ + અભિમાન = દેશાભિમાન, પરમ + આત્મા = પરમાત્મા, પરમ + ઈશ્વર = પરમેશ્વર, પર + ઉપકાર = પરોપકાર, સપ્ત + ઋષિ = સપ્તર્ષિ, એક + એક = એકૈક, ઉત્તમ + ઔષધિ = ઉત્તમૌષધિ.
|
૨
|
|
पुं. |
અગ્નિ, કેમકે તે ઊંચે જનાર છે.
|
૩
|
|
पुं. |
અમૃત; સુધા.
|
૪
|
|
पुं. |
અંગ્રેજી કક્કાનો એ સૂચક અક્ષર.
|
૫
|
|
पुं. |
ઇંદ્ર.
|
૬
|
|
पुं. |
એક સૂચક સાંકેતિક અક્ષર.
|
૭
|
|
पुं. |
કીર્તિ; યશ; સ્તુતિ.
|
૮
|
|
पुं. |
કુબેર; ધનદ; ધનાધિપ.
|
૯
|
|
पुं. |
( તાંત્રિક ) દેવતા. તંત્રશાસ્ત્ર પ્રમાણે દરેક વર્ણને દેવતારૂપ માન્યો છે; તેમાં કેટલાક દેવ, કેટલાક દેવી ને કેટલાક બન્ને છે. અનું સ્વરૂપ: ત્રિશૂળ, ગદા આદિ આયુધવાળું, આઠ હાથ, ચાર મુખ અને કાચબાના વાહનવાળું સુવર્ણના જેવું ગંજાવર શરીર છે.
|
૧૦
|
[ સં. અવ્ ( સતત હોવું ) ] |
पुं. |
બ્રહ્મા. તે ઉત્પન્ન કરનાર મનાય છે.
|
૧૧
|
|
पुं. |
લલાટ; કપાળ.
|
૧૨
|
[ સં. અવ્ ( પ્રસરવું ) ] |
पुं. |
વાયુ; પવન.
|
૧૩
|
|
पुं. |
વિરાટ પુરુષ.
|
૧૪
|
|
पुं. |
વિશ્વ; આશ્રયસ્થાન.
|
૧૫
|
[ સં. અવ્ ( રક્ષણ કરવું ) ] |
पुं. |
વિષ્ણુ, કેમકે તે રક્ષણ કરનાર ગણાય છે.
|
૧૬
|
|
पुं. |
શિવ.
|
૧૭
|
|
पुं. |
સરસ્વતી; વાણી.
|
૧૮
|
|
न. |
( સંગીત ) તાલના મુખ્ય છ અંગમાંનું એ નામનું એક; વિરામ અંગ. જુઓ તાલ.
|
૧૯
|
|
अ. |
અરબીનું ટૂંકું રૂપ.
|
૨૦
|
|
अ. |
અર્થમાં વધારો કરનાર પૂર્વગ.
|
૨૧
|
|
अ. |
અવ્યયનું ટૂંકું રૂપ.
|
૨૨
|
|
अ. |
નકાર દેખાડનારો પૂર્વગ. તેનો પ્રયોગ જુદી જુદી છ રીતે થાય છેઃ (૧) સાદૃશ્ય એટલે સમાનતા: અબ્રાહ્મણ = બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણનું બ્રાહ્મણ જેવું જનોઈવાળું માણસ. (૨) અભાવ: અફલ = ફલ રહિત. (૩) અન્યત્વ એટલે ભિન્નતા: અઘટ = ઘટથી ભિન્ન પટ વગેરે. (૪) અલ્પતા એટલે ઓછપ: અનુદરી કન્યા = કૃશોદરી કન્યા. (૫) અપ્રાશસ્ત્ય એટલે નિંદિતપણું: અધન = ખરાબ ધન. (૬) વિરોધ: અધર્મ = ધર્મથી વિરુદ્ધ આચરણ. આ રીતે સંસ્કૃત ભાષામાં વિશેષણ, વિશેષ્ય તથા કૃદંતની પહેલાં અ લગાડી વિરુદ્ધ અર્થવાળા શબ્દો બનાવી શકાય છે. કોઈ કોઈ વખત ગુજરાતી ભાષામાં પણ તેવા પ્રયોગ થાય છે, પણ તે એટલા બંધબેસતા લાગતા નથી. ઉપરના છ પ્રયોગ માંહેનો પહેલો પ્રયોગ માત્ર સંસ્કૃત ભાષામાં દૃષ્ટિગોચર થાય છે. બીજો પ્રયોગ ગુજરાતી ભાષામાં બહુ પ્રચલિત છે. બાકીના પ્રયોગ તો ક્યારેક ક્યારેક જ જોવામાં આવે છે. સ્વરથી આરંભાતા શબ્દની પૂર્વે એટલે આગળ અનું અન્ અને એ અન્નું અણ રૂપ પણ થઈ જાય છે. જેમકે અ + અંત = અન્ + અંત = અનંત; અ + ઉતાર = અન્ + ઉતાર = અણઉતાર. પણ કેટલીક વાર જૂના કવિઓ સ્વરથી શરૂ થતા શબ્દ પૂર્વે અ અવિકારી રાખે છે. જેમકે અઅરિ; અઋણ.
|
૨૩
|
|
अ. |
નિરર્થક વપરાતો પૂર્વગ. જેમકે અલોપ; અસવાર.
|
૨૪
|
|
अ. |
પાદપૂરક પદ. પાદપૂરક અ સંસ્કૃત ચ ઉપરથી થયો છે ને તે અર્વાચીન યનું પૂર્વરૂપ છે.
|
૨૫
|
|
अ. |
હર્ષ, શોક, આશ્ચર્ય, દુઃખ વગેરેની એકાએક થતી લાગણી બતાવનાર અવ્યય.
|
૨૬
|
|
पुं. |
આદિત્યવાર; રવિવાર; અર્કવાર.
|
૨૭
|
|
पुं. |
( જ્યોતિષ ) મેષ રાશિ.
|
૨૮
|
|
अ. |
ખોટાપણું કે અયોગ્યતા બતાવવા વ્યંજનથી શરૂ થતા શબ્દની પહેલાં મુકાતો પૂર્વગ. જેમકે, અકાળ.
|