૧
|
[ સં. ] |
|
એક અઘોષ વ્યંજન; ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાંનો બારમો અને વ્યંજનોમાંનો પહેલો કંઠસ્થાની હ્રસ્વ વ્યંજન વર્ણ. દેવનાગરી क જે આડો લખાય છે તે કદાચ ઊભો લખવાથી આપણો ક થયો હોય એમ મનાય છે. તેમ છતાં કાયથી લિપિનો ક, જે ઊંધા `ક` જેવો લખાય છે તે ઉપરથી પણ વખતે હાલનો `ક` થયો હોય. આમ બનતાં પહેલાં `ક`ની નીચેનું પાંખડું જે ડાબી બાજુ તરફ હાલ વળેલું છે તે બહુ વરસ ઉપર જમણી બાજુ વળેલું હતું. લહીઆઓ પુસ્તક લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકતા નથી, કારણ કે તેઓ માને છે કે `ક કટ જાવે `. ક ને બીજો વ્યંજન જોડવો હોય તો કનું વચલું પાંખડું તે વ્યંજનને અડાડીને લખાય છે. ક ને શ જોડવો હોય તો ક્ષ થાય છે અને જો ક્ષને વ્યંજન જોડવો હોય તો ક્ષ્ લખાય છે.
|
૨
|
|
पुं. |
એક દેવ; અગ્નિ.
|
૩
|
|
पुं. |
એક નક્ષત્ર દેવતા. વસુ, ત્વષ્ટા, ભવ, અજ, મિત્ર,સર્પ, અશ્વિનૌ, જલ, પતા, અને ક એ નક્ષત્ર દેવતાઓ અયનોના આરંભમાં હોય છે.
|
૪
|
|
पुं. |
( પુરાણ ) કશ્યપ ઋષિ.
|
૫
|
|
पुं. |
કામગ્રંથિ.
|
૬
|
|
पुं. |
કાળ; વખત.
|
૭
|
|
पुं. |
ગ્રંથિ; ગાંઠ.
|
૮
|
|
पुं. |
જીવ; આત્મા.
|
૯
|
|
पुं. |
( પુરાણ ) દક્ષ; પ્રજાપતિ.
|
૧૦
|
|
पुं. |
ધન.
|
૧૧
|
|
पुं. |
પક્ષી.
|
૧૨
|
|
पुं. |
પખાજના બોલોના પાંચ માંહેનો એક શબ્દ. બાંયા ઉપર હાથ દબાવવાથી તે નીકળે છે એટલે બાંયા ઉપર ખુલ્લો હાથ મારવો નહિ, પણ બાંયાનો દબાવેલો અવાજ નીકળે તેવી તરેહથી હાથ મારવો એટલે `ક`શબ્દ નીકળશે. તેનાં; પણ બારાખડીની માફક રૂપ ફરે છે. જેમ કે, `કિટતક, કિટતકા`.
|
૧૩
|
|
पुं. |
પરમ પુરુષ.
|
૧૪
|
|
पुं. |
પાણી; જળ.
|
૧૫
|
|
पुं. |
પ્રકાશ.
|
૧૬
|
|
पुं. |
પ્રલય કાળનો રુદ્ર.
|
૧૭
|
|
पुं. |
પ્રલયનો અગ્નિ.
|
૧૮
|
|
पुं. |
બાર; બારની સંજ્ઞા. જુઓ અંકસંજ્ઞા.
|
૧૯
|
|
पुं. |
બ્રહ્મા; પ્રજાપતિ. ક (બ્રહ્મા ), અ ( વિષ્ણુ ) અને મ ( મહાદેવ ) એ વિગ્રહ અનુસાર ત્રિદેવ રૂપ હોવાથી ભગવાન કામ કહેવાય છે.
|
૨૦
|
|
पुं. |
બ્રાહ્મણ.
|
૨૧
|
|
पुं. |
મન; અંત:કરણ.
|
૨૨
|
|
पुं. |
મસ્તક; માથું.
|
૨૩
|
|
पुं. |
મહા મૃત્યુ.
|
૨૪
|
|
पुं. |
માથાના વાળ.
|
૨૫
|
|
पुं. |
મિલ્કત.
|
૨૬
|
|
पुं. |
મેઘ.
|
૨૭
|
|
पुं. |
મોર.
|
૨૮
|
|
पुं. |
યમ.
|
૨૯
|
|
पुं. |
રતિદેવ; કામદેવ.
|
૩૦
|
|
पुं. |
રાજા.
|
૩૧
|
|
पुं. |
રોગ.
|
૩૨
|
|
पुं. |
લખાણ અને લખાણના નિયમો જુદા પાડવા માટે વપરાતો શબ્દ.
|
૩૩
|
|
पुं. |
વાયુ.
|
૩૪
|
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. આ શબ્દ સુખવાચક છે, સુખરૂપથી સ્તુતિ કરાય છે તેથી પરમાત્મા ક કહેવાય છે.
|
૩૫
|
|
पुं. |
શબ્દ.
|
૩૬
|
|
पुं. |
શરીર.
|
૩૭
|
|
पुं. |
સુખ.
|
૩૮
|
|
पुं. |
સૂર્ય.
|
૩૯
|
|
पुं. |
સોનું; કંચન.
|
૪૦
|
[ સં. કિમ્ ] |
स. |
( પ્રાકૃત ) કોણ ? શું ?
|
૪૧
|
|
अ. |
( ડિંગળ ) અથવા.
|
૪૨
|
|
अ. |
અનિશ્ચિત અર્થ સૂચવતો પ્રત્યય. જેમકે, કશુંક; ક્યાંક.
|
૪૩
|
|
अ. |
કરનાર એવો અર્થ બતાવનાર પ્રત્યય. જેમકે, લેખક; પાલક; નિંદક; પૃચ્છક.
|
૪૪
|
[ સં. કુ ( ખરાબ ) ] |
अ. |
ખરાબ એવો અર્થ બતાવનાર પૂર્વગ. જેમકે, કજાત; કઠામ.
|
૪૫
|
|
अ. |
ના જેવું એવો અર્થ બતાવતો અરબી પૂર્વગ. જેમકે, ક-લ-નકશ = પથ્થર ઉપર કોતરવા જેવું.
|
૪૬
|
|
अ. |
નાનાપણું બતાવનાર પ્રત્યય. જેમકે, બાળક; દીપક; બતક.
|
૪૭
|
|
अ. |
નામ ઉપરથી નામ કરનાર પ્રત્યય.જેમકે, ટાઢક; સ્થાનક.
|
૪૮
|
|
अ. |
`નું`; સંબંધ અર્થે વપરાતો પ્રત્યય. જેમકે, નામક; વિષયક.
|
૪૯
|
|
अ. |
લાલિત્ય બતાવનાર પ્રત્યય.
|
૫૦
|
|
अ. |
શબ્દની પૂર્વે કોઈ વખતે નિરર્થક લગાડતો પૂર્વગ. જેમકે, વખોડવું ને બદલે કવખોડવું.
|
૫૧
|
|
अ. |
સમુદાય કે જથ્થો બતાવનાર પ્રત્યય. જેમકે, પંચક; શતક; દશક.
|