ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard

પ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. અનુનાસિક એક વ્યંજન; ગુજરાતી વર્ણમાળાનો બત્રીશમો અને વ્યંજનોમાંનો એકવીશમો ઓષ્ઠસ્થાની પહેલો વર્ણ; પહેલો ઔષ્ઠય વ્યંજન. તેનો ઉચ્ચાર બંને હોઠ ભેગા કરીને થાય છે. પાલી લિપિનો પ આવો પ્‍ એટલે અર્ધા પ જેવો છે. ગુપ્ત લિપિનો પ, `પ` છે, કાયથી લિપિનો પ प, દેવનાગરીનો પ `प`, પંજાબી પ `प`, મહાજની પ `प` છે. ઉપર પ્રમાણે છએ લિપિના પ જોડે મુકાબલો કરતાં ગુજરાતી પ ગુપ્ત અને મહાજની પ સાથે બરોબર રીતે મળતો આવે છે. તેથી તે બંને લિપિમાંની કોઈ લિપિમાંથી ગુજરાતી પ દાખલ થયો હશે. કોઇ વ્યંજન સાથે પ જોડવો હોય તો તેનો કાનો કાઢી નાખી પ્‍ લખાય છે. જેમકે, પ્ત. લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય, અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકે છે. કારણ કે તેઓ માને છે કે પ પરમેશ્વર રો.
पुं. ( પિંગળ ) અશુભ માંહેનો એ નામનો એક વર્ણ.
पुं. ઈંડું.
पुं. ઉપપદ સમાસમાં પાનો આદેશ. જેમકે, મધુપ, ભૂપ.
पुं. એકવીશ સૂચક સાંકેતિક અક્ષર.
पुं. ચરિત્ર.
पुं. છ સૂચક સાંકેતિક શબ્દ.
पुं. ધ્યાન.
पुं. પગેલાગણનું ટૂંકું રૂપ.
૧૦ पुं. પટેલ.
૧૧ पुं. પવન.
૧૨ पुं. પવનનો દેવ.
૧૩ पुं. ( સંગીત ) પંચમ સ્વરની સંજ્ઞા.
૧૪ पुं. પાડવું તે.
૧૫ पुं. પાન; પીવું તે.
૧૬ पुं. પાંચ અક્ષરનો સમૂહ; કાષ્ઠા.
૧૭ पुं. પાંચ સૂચક સાંકેતિક અક્ષર; પાંચડો.
૧૮ पुं. પાંદડું; પર્ણ.
૧૯ पुं. પીવાની ક્રિયા.
૨૦ पुं. રાજા; નૃપ; ભૂપ.
૨૧ पुं. લંબાઈનું એક માપ; વીશ હાથ.
૨૨ पुं. શરૂઆત; પ્રારંભ.
૨૩ पुं. ( સંગીત ) સારીગમનો પાંચમો સૂર; પંચમ.
૨૪ पुं. હકૂમત ચલાવવી તે; અમલ કરવો તે.
૨૫ न. ( સંગીત ) તાલના મુખ્ય છ માંહેનું એ નામનું પાંચમું અંગ; પ્લુત અંગ; ત્રિમાત્ર; સામજ; શૃંગી; ત્ર્યંગ; પશુશિખા; દીપ્ત; સમુદ્દભાવ; બાર માત્રાને અંતરે તાલ આવે તે ભાગ.
૨૬ वि. પીનાર. આ અર્થમાં શબ્દને છેડે વપરાય છે. જેમકે. મદ્યપ; દ્વિપ.
૨૭ वि. રક્ષણ કરનાર; પાળનાર.
૨૮ [ હિં. ] अ. ઉપર.
૨૯ अ. ગુજરી ગયેલ; નાશ પામેલ.
૩૦ अ. પણ. કવિતામાં આ રૂપ વપરાય છે.
૩૧ [ સં. ત્વ; પ્રા. પ્પ-પ ] स्त्री. વિશેષણ ઉપરથી ભાવવાચક નામ બનાવતો પ્રત્યય; સ્ત્રીલિંગનો પ્રત્યય. શબ્દને છેડે પ્રત્યયરૂપ જોડાય છે. જેમકે, ઊણપ; મોટપ; માનપ; ભોળપ; છોટાપ.