ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard

વ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. અસ્ત્ર; હથિયાર.
पुं. અંતઃસ્થ કે અર્ધસ્વરો માંહેનો ચોથો, ગુજરાતી મૂળાક્ષર માંહેનો ચાળીશમો અને વ્યંજન માંનો ઓગણત્રીશમો વર્ણ.
पुं. આનંદ; હર્ષ.
पुं. ઉદ્બોધન; ઉપદેશ રૂપે કંઈક કહેવું તે.
पुं. ખડ્ગધારી પુરુષ.
पुं. દારું; મદ્ય.
पुं. પ્રચેતા.
पुं. બાણ.
पुं. મૂર્વા નામની વેલ.
૧૦ पुं. રહેઠાણ; રહેવાનું સ્થાન.
૧૧ पुं. રાહુ.
૧૨ पुं. લઘુતાવાચક એક પ્રત્યય. જેમકે, લાઘવ.
૧૩ पुं. લહિયાને લખતાં લખતાં સહેજ ઊઠવું હોય ત્યારે અટકવાનો અક્ષર. મારવાડના લેખકો ખાસ કરીને વ ઉપર વધારે આધાર રાખે છે. એટલે કે લખતાં લખતાં કોઈપણ કામ માટે ઊઠવું હોય કે લખવાનું બંધ કરવું હોય તો તે વ આવતાં ઊઠે અથવા કોઈ કાગળમાં ` વ ` લખીને ઊઠે કેમકે, તેઓ માને છે કેઃ વ વાવે.
૧૪ पुं. વયનાત્ શબ્દનું સંક્ષિપ્ત રૂપ.
૧૫ पुं. વરુણદેવ.
૧૬ पुं. વસતી.
૧૭ पुं. વસ્ત્ર.
૧૮ पुं. વંદન.
૧૯ पुं. વાદ્ય.
૨૦ पुं. વાયુ; પવન.
૨૧ पुं. વૃક્ષ.
૨૨ पुं. શાલૂક; એક પ્રકારનો કંદ.
૨૩ पुं. સમુદ્ર.
૨૪ पुं. સમૂહ.
૨૫ पुं. સલાહ; મંત્રણા; મસલત.
૨૬ पुं. સાઠની સંખ્યા બતાવનારો એક સાંકેતિક અક્ષર.
૨૭ पुं. સાંત્વન; આશ્વાસન; શાંત પાડવું તે.
૨૮ पुं. હાથ.
૨૯ न. પાણી.
૩૦ न. ભલાઈ; કલ્યાણ.
૩૧ न. માન; આદર.
૩૨ न. વરુણનું રહેઠાણ.
૩૩ वि. બળવાન.
૩૪ अ. અથવા; વા.
૩૫ [ ફા. ] अ. અને.
૩૬ अ. સમાનપણું બતાવતો એક અવ્યય.