ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard

સ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક જાતનો છંદ.
पुं. કવિતાનો એક ગણ; સગણ.
पुं. ગાડાનો રસ્તો.
पुं. ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાંનો ૪૩મો મૂળાક્ષર વ્યંજન; ચાર ઉષ્માક્ષરોમાંનો ત વર્ગનો ત્રીજો વ્યંજન; વર્ણમાં ૩૨મો વર્ણ; દંતસ્થાની અક્ષર. દંતસ્થાની હોવાથી તેની પૂર્વે આવેલ અનુનાસિક ન્ જેવો બોલાય છે. જેમકે, સંસર્ગ. લહીઆઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકતા નથી. કારણ કે તેઓ માને છે કે, સ સંદેહ ધરે.
पुं. જ્ઞાન.
पुं. ધ્યાન.
पुं. નેવું સૂચક સાંકેતિક અક્ષર.
पुं. પક્ષી.
पुं. માયા.
૧૦ पुं. વાડ.
૧૧ पुं. વાયુ.
૧૨ पुं. વિષ્ણુ; ઈશ્વર.
૧૩ पुं. શિવ.
૧૪ पुं. સર્પ.
૧૫ पुं. સર્વનામનું ટૂકું રૂપ. આ રૂપ કોષ આદિ ગ્રંથોમાં બહુ વપરાય છે.
૧૬ पुं. સંવતનું ટૂંકું રૂપ.
૧૭ पुं. ( સંગીત ) સારિગમપધનો પહેલો અક્ષર.
૧૮ वि. સાત.
૧૯ अ. એનું એ જ.
૨૦ अ. જેવો.
૨૧ अ. સહિત, સમાન અને સાથેનો અર્થ બતાવનાર શબ્દની આગળ આવતો આદ્યય. જેમકે, સપ્રમાણ, સકુટુંબ.
૨૨ अ. સારું કે ઉત્તમ એવો અર્થ બતાવનારો એક પૂર્વગ અક્ષર. જેમકે, સપૂત, સજાત.